Rating 0 out of 5 (0 ratings in Udemy)
What you'll learn
- શ્રીમદ્દ ભાગવત 12 સ્કંધ ની સરળ ભાષામાં સમજ
Description
કર્મ પાછળનો હેતુ મહત્વનો છે
છઠ્ઠા સ્કંધમાં આપણે અજામિલની કથામાં જોયું કે આપણી ઇન્દ્રિયો આપણને કર્મ કરવા માટે પ્રેરે છે. દરેક ઇન્દ્રિયો કર્મ માટે તાકાત આપે છે અને ઉત્સાહિત પણ કરે છે. પરંતુ ભાગવતના અભ્યાસમાં, પ્રભુભક્તિમાં મુખ્ય બાબત એ છે કે તે કર્મ પાછળ આપણા મનના ભાવ કેવા છે. બહારની દુનિયા તો આપણું વર્તન જોશે પરંતુ આપણા હૃદયના ભાવ તો ફક્ત આપણને અને ભગવાનને ખબર છે. આપણે જીવનમાં બે …
Rating 0 out of 5 (0 ratings in Udemy)
What you'll learn
- શ્રીમદ્દ ભાગવત 12 સ્કંધ ની સરળ ભાષામાં સમજ
Description
કર્મ પાછળનો હેતુ મહત્વનો છે
છઠ્ઠા સ્કંધમાં આપણે અજામિલની કથામાં જોયું કે આપણી ઇન્દ્રિયો આપણને કર્મ કરવા માટે પ્રેરે છે. દરેક ઇન્દ્રિયો કર્મ માટે તાકાત આપે છે અને ઉત્સાહિત પણ કરે છે. પરંતુ ભાગવતના અભ્યાસમાં, પ્રભુભક્તિમાં મુખ્ય બાબત એ છે કે તે કર્મ પાછળ આપણા મનના ભાવ કેવા છે. બહારની દુનિયા તો આપણું વર્તન જોશે પરંતુ આપણા હૃદયના ભાવ તો ફક્ત આપણને અને ભગવાનને ખબર છે. આપણે જીવનમાં બે ભાવ રાખી શકીએ. એક મારે મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવી છે અથવા મારે મારી ઇન્દ્રિયોનો ઉપયોગ ભગવાનને માટે કરવો છે. ભારતીય સંસ્કૃતિમાં એવું ક્યાંય નથી કહ્યું કે સારું ખાવાનું નહી ખાવાનું, સારીરીતે નહિ રહેવાનું વગેરે. સારા કપડાં પહેરવાના, સારી વાતો સાંભળવાની, જે વિષયોનો ઉપભોગ કરીને પ્રભુ ભક્તિ વધતી હોય એ બધું જ કરવાનું. વિષયોના ઉપયોગમાં વ્યક્તિગત ઉપયોગીતાને બદલે ભગવાનનું સ્થાન રાખવું. આપણા જીવનમાં, બધાના જીવનમાં કંઈક વસ્તુ કેન્દ્રસ્થાને હોય છે. પહેલાના વખતમાં અને અત્યારે પણ આપણે સામાન્યરીતે જે રસોઈ બનાવતા હોય, એના કરતા કોઈ મહેમાન આવે તો વધારે સારી બનાવે, વધુ વાનગી બનાવે. આયોજન પણ કરે કે મહેમાન આવવાના છે, તો આપણે કંઈક સારી વસ્તુ બનાવીએ. આ બનાવેલ સારી વસ્તુ પછી બધા ખાય જ ખરા, આનંદ પણ કરે. પણ કેન્દ્રમાં શું છે કે બધા કુટુંબ સાથે ભેગા થશે ત્યારે કંઇક સારુ બનાવવુ. ફક્ત મારા પરિવાર માટે બનાવું તો ખાવાપીવાના, ઉપભોગમાં કેન્દ્રમાં પરિવાર છે. એ જ રીતે આપણે કેન્દ્ર સ્થાને ભગવાનને મૂકી દઈએ. ઘણા વૈષ્ણવો ભગવાન માટે છપ્પન ભોગ બનાવે. એ બનાવતી વખતે શક્તિ પણ આવી જાય કે આજે ભગવાન માટે કંઈક બનાવવાનું છે. એ જે શક્તિ છે, જે ઉર્જા છે એ ભગવાન માટેની છે, કારણ પોતાના માટે કદાચ કોઇ છપ્પન ભોગ ન બનાવે. પછી ભગવાન તો છપ્પનભોગ આપણને જ આપવાના છે, ખાવાના છે. અને જયારે એ ખાશો ત્યારે ઇન્દ્રિયોને આનંદ પણ આવશે. પરંતુ અહીં આપણી ઇન્દ્રિયોનો આનંદ કેન્દ્રસ્થાને નથી. ભગવાનનો આનંદ કેન્દ્ર સ્થાને છે અને તેમાં આપણી ઇન્દ્રીયોને આનંદ પણ છે. કોઈક ને ફરવાનો શોખ હોય. તો વિચારે કે ધાર્મિક સ્થળે જઈએ. દુબઈ પણ જાય તો પહેલા કોઈક મંદિરે જાય. આમ ભગવાનને કેન્દ્રમાં રાખીને તમે ફરી પણ શકો અને ઈન્દ્રિયોનો ઉપભોગ પણ કરી શકો. ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણા જીવનની બધી જવાબદારી પણ પૂર્ણ કરી શકીએ.
સાતમો સ્કંધ બહુ સુંદર છે. એમાં આપણે પ્રહલાદની કથાનો અભ્યાસ કરશું. એમાં કર્તવ્યની ઘણી બધી વાતો છે. ભાગવતમાં એવું નથી કહ્યું કે જીવનનું કર્તવ્ય છોડીને, જવાબદારી છોડીને, આળસુ બની જવાનું. ભગવાન કહે છે કે કર્તવ્ય પરિપૂર્ણ કરવાનું. અને પોતાના સ્વાર્થ માટે, ઉપભોગ માટે જેટલા ઉત્સાહથી અને ઊર્જાથી કર્તવ્ય કરતા હોઈએ તેના કરતા બમણા ઉત્સાહથી ભગવાન માટે કરવાનું છે. ઘણા સાધુ-સંતો મોટા મોટા આશ્રમ બનાવે, મંદિર બનાવે છે. તેના માટે કેટલા બધા પૈસા જોઈએ? પણ પોતાના ભગવાન માટે મારે કંઈક કરવું છે એવો જબરો ઉત્સાહ છે. મારા પ્રેમને અભિવ્યક્ત કરવો છે. અને એવો ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્તવ્ય કરવાનો ઉત્સાહ અને શક્તિ સૌના જીવનમાં હજુ વધે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.
આપણે અત્યાર સુધી છ સ્કંધમાં છ વાર્તાઓ કરી. પહેલા સ્કંધમાં પરીક્ષિત રાજાની, બીજા સ્કંધમાં ધ્રુવની, ત્રીજા સ્કંધમાં પૃથુ રાજાની, ચોથા સ્કંધમાં જય-વિજયની, પાંચમા સ્કંધમાં ભરત મહારાજની, છઠ્ઠા સ્કંધમાં અજામિલની. આજે આપણે પ્રહલાદની વાત કરશું. આપણને પ્રહલાદની વાર્તા ખબર જ હશે. પણ પ્રહલાદ પણ પછી જયારે મહારાજા બને છે અને એણે જે કર્યું છે, તેનું અદભુત વર્ણન ભાગવતમાં છે.
જેટલું વિરાટ ધ્યેય તેટલી વિરાટ શક્તિ
ભક્ત પ્રહલાદ ની વાત કરીએ એ પહેલા એક વાત કહું કે ભગવાન અગાધ શક્તિ, અનંત શક્તિ, પ્રચંડ શક્તિનો સ્ત્રોત છે. આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે. આ ઇલેક્ટ્રિસિટીનો આપણે જેટલો વધારે વપરાશ કરશું, એટલો જ વધારે પાવર તે ખેંચશે. પાવર સ્ટેશનમાં પાવરની કાંઈ ખોટ નથી. અને જો આપણે પાવર વાપરશું નહી તો ઇલેક્ટ્રિક પાવર આપણા ઘરે કંઈ એની જાતે નહી આવી જાય. પાવર એમને એમ પડ્યો છે આપણે જેટલો વાપરવા માંડીશું તેટલો વધારે પાવર મળતો જશે. ફરક એટલો છે કે આ પાવરના વપરાશ બદલ આપણે પૈસા આપવા પડે છે, અને ભગવાન જે શક્તિ આપે તેમાં કોઈ પૈસા આપવાના નથી હોતા. તમે જેટલી શક્તિ વાપરવા તૈયાર હોવ, એટલી જ વધુ શક્તિ ભગવાન આપવા માટે તૈયાર છે. પણ આપણે કંઈ વાપરવું જ નથી. આપણી પાસે શક્તિ વાપરવાનું કાંઈ આયોજન જ ન હોય તો ભગવાન શક્તિ આપીને પણ શું કરશે?
ઘણા માણસ એમ કહે કે, “અમે ભગવાનમાં માનતા નથી”. એ બધી ફક્ત વાતો છે, જો ભગવાન હોય તો તે ક્યાં છે? બતાવો. પણ સમજો કે કોઈ માણસ મુંબઈમાં કોઈ બેંકમાં જાય, અને એમ કહે કે તમારા ચેરમેનને બોલાવો. મારે સો કરોડ રૂપિયા રોકડા જોઈએ છે. એનો ક્લાર્ક પણ કહે કે તમારે શું કામ જોઈએ છે? અને તે માણસ કહે કે મારે એ જોવા માટે જોઈએ છે કે તમારી બેંક પાસે પૈસા છે કે નહીં? અને તમારી બેંકમાં કોઇ ચેરમેન છે કે નહીં, એની પાસે પૈસા છે કે નહી. એ મારી સામે સાબિત કરો. અને એ સાબિત કરવા માટે તમે મને પૈસા આપો. આ વિચિત્ર લાગે તેવી વાત છે ને ! તમારી પાસે કોઇ આયોજન નથી, કોઇ યોજના નથી, પૈસાની જરૂર શું છે તે ખબર નથી. પરંતુ ફક્ત સાબિત કરવું છે કે તમારી પાસે પૈસા છે કે નહીં. અને હોય તો મને આપો. બેંક વાળા પણ એ માણસને ગાંડો ગણે. એવી જ રીતે બધા વાત કરે ભગવાન છે? તો મને બતાવો. મને ભગવાન પાસેથી બધુ જોઈએ છે. તો માનો કે ભગવાન આવી ગયા, સાબિત થયું કે ભગવાન છે. પણ પછી શું? આપણી પાસે કંઈ આયોજન ન હોય, યોજના ન હોય, આપણ ને શક્તિની જરૂર ન હોય, તો ભગવાન પાસે શક્તિની માંગણી કરવાનો પણ કોઈ અર્થ નથી. બેંક પૈસા આપે પણ સમજાવવું પડે, શું કરવું છે તે પૂછે. એક નાનકડી બેંક વાળા પણ તમારું બરાબર આયોજન છે, એ બધું ચકાસીને પછી પૈસા આપે. એ જ રીતે ભગવાન પણ જોશે. આપણે ભગવાન પાસે શક્તિ માંગીએ, આશીર્વાદ માંગીએ, વરદાન માંગીએ. આપણને એક મહાન શક્તિ મળી છે. આપણી પાસે કંઈક આયોજન હોય, આપણી પાસે કોઇ દ્રષ્ટિકોણ હોય, આપણી પાસે કોઈ ધ્યેય હોય તે ભગવાન પણ જુએ. જેટલું આપણું ધ્યેય વિરાટ, એટલી જ વિરાટ શક્તિ મળશે. જો જીવનમાં કોઈ ધ્યેય જ ન હોય તો ભગવાનની શક્તિ મળી જાય તો પણ શું ફાયદો ! જેટલું વિરાટ ધ્યેય હશે એટલી જ વિરાટ શક્તિ ભગવાન આપશે. પ્રહલાદની કથામાં આપણને આ ખ્યાલ આવશે.
ભક્ત પ્રહલાદ
જયારે પ્રહલાદ નાના હતા ત્યારે નારદ મુનિએ તેને ભગવાન વિષ્ણુના ભક્તિનો સંદેશો આપ્યો હતો. પ્રહલાદના પિતાશ્રી, હિરણ્યકશ્યપુ એ એટલી તપસ્યા કરી કે ભગવાન સ્વયં પ્રસન્ન થયા. આપણે જો કઠોર તપસ્યા કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. ભગવાને કહ્યું કે બોલો શું વરદાન જોઈએ. એટલે હિરણ્યકશ્યપુએ વરદાન માંગ્યું કે મને ન તો સ્ત્રી મારી શકે ન તો પુરુષ, હું ન સવારે મરું કે ન રાત્રે, ન ઘરની અંદર મરું કે ન ઘરની બહાર, ન તો શસ્ત્રથી મરું કે ન અસ્ત્રથી એવું મને વરદાન આપો. ઘણા લોકો ભગવાન સાથે પણ આવી ચાલબાજી કરે. હિરણ્યકશ્યપુએ આવું વરદાન માગ્યું એટલે એને લાગ્યું કે હું અમર થઇ ગયો. હવે મારાથી શક્તિશાળી કોઈ નહીં. એટલે એમને અસુરોના ગુરુ, શુક્રાચાર્ય, સાથે મળી જે ત્યાંનું ગુરુકુળ હતું ત્યાં પણ સુચના આપી કે હવે ભગવાનનું નામ નહી લેવાનું. ફક્ત અને ફક્ત મારા જ વખાણ કરો. હિરણ્યકશ્યપુ આટલો શક્તિશાળી હતો.
હવે પ્રહલાદ જયારે ગુરુકુળમાં જાય છે, ત્યાં બધા જે એના મિત્રો હોય છે એમને તે ભગવાનની વાત કરે. કૃષ્ણ ભગવાનની વાત કરે અને કહે કે આ દુનિયા ભગવાને બનાવી છે, આ સૃષ્ટિને ચલાવનાર ભગવાન છે. તે બધાને ભગવાનની ભક્તિ માટે પ્રેરણા આપે, ભગવાન પ્રત્યે પ્રેમ નિર્માણ કરે. પરંતુ હિરણ્યકશ્યપુ ને આ ગમ્યું નહિ. એટલે તેને પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો. અલગ-અલગ પ્રયાસ કર્યા તેનું બહુ જ સરસ વર્ણન ભાગવતમાં છે.
આપણે લોકલ ટ્રેનમાં જતા હોય અને કોઈ ધક્કો મારી દે, તો ઝઘડો થઈ જાય. બે ચાર શબ્દો આપણને જેમ તેમ કહી દે. પરંતુ થોડીક ક્ષણોમાં આપણે તે ભૂલી જઈએ. પરંતુ આપણા પરિવારમાંથી જો કોઇ આપણને કંઇ કહે તો, જીંદગીભર યાદ રહે. બહારના વ્યક્તિને આપણે તરત માફ કરી દઈએ પણ પરિવારને અને સ્વજનોને માફ કરવામાં આપણને વાર લાગે છે.
અહીં પ્રહલાદને તો એના પિતાએ મારી નાખવાનો પ્રયાસ કર્યો. એની કોઈ ભૂલ નહોતી, પરંતુ હિરણ્યકશ્યપુનો અહંકાર ઘવાયો હતો એટલે તેણે કહ્યું કે મારા દીકરાને મારી નાખો. આવા એક નહીં પણ અનેક પ્રયાસ કર્યા. પ્રહલાદને મારવાના પ્રયાસના ભાગ રૂપે તેને જંગલમાં નાખી દીધો, ઘણા સાપ ભેગા કરીને તે રૂમમાં પ્રહલાદને મૂકી દીધા, ઝેર પીવડાવી દીધું, હાથી નીચે કચડાવાની કોશીશ કરી. આવા એક પછી એક ઘણા વર્ણન છે.
નૃસિંહ ભગવાન
પ્રહલાદ સ્વસ્થતાથી ભગવાનનું નામ લીધા કરે. છેલ્લે નૃસિંહ ભગવાન પ્રગટ થાય છે અને હિરણ્યકશ્યપુનો વધ કરે છે. અને જ્યારે પ્રહલાદને પૂછે છે કે વરદાન માંગો. ત્યારે પ્રહલાદ વરદાન માંગે છે કે મારા પિતાશ્રીને પાપમાંથી મુક્તિ આપો. એમને મુક્ત કરો, એમની ભૂલ થઈ ગઈ.
આ પ્રહલાદની કથામાં સમજવાનું એ છે કે પોતાના પિતાશ્રીના આટલા ભયંકર પાપ હોવા છતાં જયારે ભગવાન પ્રસન્ન થયા તો પહેલા એમના માટે મુક્તિ માંગી. આપણે પરિવારજનો તરફથી મળેલા નાના મોટા દુઃખને મનમાં સાચવી રાખીએ છીએ. પ્રહલાદે પિતા તરફથી મળેલા એટલા મોટા દુઃખને પણ માફ કરી દીધુ ઉપરાંત ભગવાનને પણ કીધું કે એમને માફ કરો.
પ્રહલાદના બાળપણની કથામાં આવે છે, કે તેઓ જયારે શાળામાં જાય છે ત્યારે ભગવાનનું નામ લે અને બધાને લેવડાવે. એટલે હિરણ્યકશ્યપુ એ કહ્યું કે આને મારી નાંખો, પરંતુ તે મરે જ નહીં.
હિરણ્યકશ્યપુને એક બહેન હતી. હોલિકા. તેને એવું વરદાન હતું કે તે આગમાં બળે નહિ. અને પ્રહલાદને લઈને જો તે આગમાં બેસે છે તો પ્રહલાદ મૃત્યુ પામે. પરંતુ તેમ કરવા જતા તે પોતે બળી જાય છે. પછી જયારે પ્રહલાદ પોતાના ભગવાનનું વર્ણન કરે છે ત્યારે હિરણ્યકશ્યપુ કહે છે, “ક્યાં છે ભગવાન”? ક્યાં છે નારાયણ? પછી ભગવાન નૃસિંહનો અવતાર લઈ પ્રગટ થાય છે.
નૃસિંહ અવતાર એટલે અડધું શરીર નરનુ અને અડધું શરીર સિંહનું. હિરણ્યકશ્યપુને વરદાન હતું કે તેને ન તો માણસ મારી શકે ન તો પ્રાણી. પરંતુ આ તો મિશ્ર શરીર હતું. તેઓ હિરણ્યકશ્યપુને પકડે છે અને ઘરના ઉંબરા પર, એટલે કે ઘરની બહાર નહીં, અને અંદર પણ નહીં, પોતાના નખથી તેનો વધ કરે છે.
પ્રહલાદ માટે ભગવાન પ્રગટ થયા, કારણ કે પ્રહલાદના જીવનમાં એક પ્રણ હતું કે મારે પ્રભુનું નામ લેવું છે અને લેવડાવવુ છે. નાની ઉંમરથી જ ગુરુકુળમાં બધા બાળકોને બાળક પ્રહલાદ ભગવાનની કથા કહે છે.
સંકલ્પને જ શક્તિ મળે
જ્યારે આપણે ભગવાનનું કંઈ કામ કરવું હોય, ભગવાનનું નામ લેવડાવવું હોય અને એમા આપણે અડગ હશું, તો તેમાં કોઈપણ મુશ્કેલી આવશે તો ભગવાન મદદ કરશે.
આપણે ભગવાનનું નામ તરત છોડી દઇએ પરંતુ પ્રહલાદે ભગવાનનું નામ ના છોડ્યુ. બધાને ભગવતમય બનાવવા એ ભગવાનનું કામ નહીં છોડું. જાનના જોખમે પણ ભગવાનનું નામ લેવું, અને બધાનું જીવન ભગવતમય કરવું એ પ્રયાસ ચાલુ રાખો. આજના જમાનામાં હિરણ્યકશ્યપુ ની જેમ કોઈ રાજા આપણને અટકાવતો નથી કે ભગવાનનું નામ નહીં લો. આજે એવી ધારણા છે કે ભગવાનનું નામ એટલે જે અભણ લોકો છે તે ભગવાનની વાતો કરે.
ધારો કે આપણે કોઇ વાર બહાર હોટલમાં ગયા, તો જમતા પહેલા હાથ જોડીને પ્રાર્થના કરવી એમ થોડું અજુગતુ લાગે. કદાચ કોઈ આપણને અટકાવે અને જો કોઈ ન અટકાવે તો કદાચ આપણને થાય કે બીજા શું વિચારશે? જો તમને જમતા પહેલા પ્રાર્થના કરવાની આદત છે તો એના માટે પણ હિંમત જોઇએ. આજની સમાજ વ્યવસ્થામાં, વૈજ્ઞાનિક યુગમાં ભગવાનનું નામ લેવું, લેવડાવવું, ભગવતની કથા કરવી, કથામાં ભાગ લેવો, ભજન કરવુ, કીર્તન કરવું એ અમુક સફળ, હોશિયાર, બુદ્ધિશાળી વ્યક્તિઓને એવું લાગે છે કે એમા આપણી છાપ ખરાબ થાય છે. પોતાના વિચાર પર મક્કમ રહેવું જોઈએ. અને એવો પ્રયત્ન કરીશું તો ભગવાન આપણને શક્તિ આપશે જ. ભગવાન સંકલ્પ ને શક્તિ આપે છે.
પ્રહલાદ મહારાજની કથામાં બે વાત છે. એક તમે તમારું કર્તવ્ય પૂરું કરો અને બીજું જો તમે સંકલ્પ લેશો તો તે પૂરો કરવા માટે ભગવાન પૂર્ણ શક્તિ આપશે. ત્યાર બાદ પ્રહલાદ્દ બહુ સરસ રાજ્ય ચલાવે છે, ભગવાનનું ઘણું કામ કરે છે. ભગવાનના વિચારો આખા રાજ્યમાં ફેલાવે છે અને લોકો પણ બહુ જ સુંદર અને આનંદમય જીવન જીવે છે.
પોતાનું કર્તવ્ય પૂર્ણ કરો
સાતમા અધ્યાયમાં મુખ્યત્વે કર્તવ્યની વાત છે. આ વિષય પર પંદરમાં અધ્યાયમાં ત્રેસઠ થી સડસઠ સુધીના શ્લોકમાં બહુ જ સુંદર વાત કહી છે. તેમાં યુધિષ્ઠિર અને નારદ મુનિ વચ્ચેનો સંવાદ છે.
एतैरन्यैश्च वेदोक्तैर्वर्तमानः स्वकर्मभिः ।
गृहेऽप्यस्य गतिं यायाद्राजंस्तद्भक्तिभाङ्नरः ।।
એનો અર્થ એ છે કે આપણને જે જવાબદારીઓ મળી છે, તેને પરિપૂર્ણ કરવી. આપણી સંસ્કૃતિમાં અને ધર્મમાં પણ માનવી તરીકે ની કેટલીક જવાબદારીઓ કહી છે જે વ્યક્તિએ પરિપૂર્ણ કરવી. અને માનવી જો પોતોનુ કર્તવ્ય પૂર્ણ કરે તો તે ભગવાનના ધામમાં, વૈકુંઠમાં પહોંચી જાય છે.
आत्मजायासुतादीनामन्येषां सर्वदेहिनाम् ।
यत्स्वार्थकामयोरैक्यं द्रव्याद्वैतं तदुच्यते ।।
ભાગવતકાર એમ કહે છે કે આપણા, પતિ અથવા પત્નીના, બાળકોના, આપણા દરેક સગાવહાલા, સગાસંબંધીઓ બધાના જીવનનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ થાય. द्रव्याद्वैतं એટલે એક જાતનું અદ્વૈત. આપણા જીવનમાં એક પ્રકારનો સંપ, એકતા આવે. આપણા બધાનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ, ભગવાનનું ભજન, દ્રૈવાદ્વૈત થાય. આની સાથે સાતમાં સ્કંધની પૂર્ણાહૂતિ કરશું.
ભક્ત પ્રહલાદનું ચરિત્ર મહાન છે. એમણે નાનપણથી દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ભગવાનનું નામ લેવું છે અને તેથી ભગવાને મદદ કરી. આપણે નાના ઘરમાં રહેતા હોય અને ઘણા મહેમાનો આવતાં હોય. આપણી ભાવના પણ હોય કે મહેમાનો આવવા જોઇએ પણ તેમને તકલીફ ન પડવી જોઈએ. તેથી ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન મોટું ઘર મળે તો સારુ. અહીં મોટું ઘર જોઈએ તે પાછળની ભાવના મહેમાનોને સાચવવા છે, સ્વજનો માટે છે. જેવો તમે સંકલ્પ કરશો તેવી ભગવાન મદદ કરશે.
અને શ્લોક માં આપણે જોયું કે, આપણા પરિવારમાં દરેક વ્યક્તિનું ધ્યેય પ્રભુપ્રાપ્તિ થાય. જીવનનું ધ્યેય ઈશ્વરનું ભજન-ભક્તિ થાય તો સાચો સંપ છે.
Free
Self paced
Beginner Level
Gujarati
13
Rating 0 out of 5 (0 ratings in Udemy)
Go to the Course